ખંભાળિયાના ચેક પરત કેસમાં આરોપીને કેદની સજા

  • May 19, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા ફરિયાદી યુનુસ જુમા ગજણએ આરોપી હાજરાબેન અનવર નાયાણી (કે.ઓ. અનવર સુમાર નાયાણી, રહે. સતાપર દેવળિયા, તા. કલ્યાણપુર) સામે અહીં કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદ અન્વયે ફોજદારી કેસ અહીંની ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ શ્રી આર.આઈ. ચોપડાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે અહીંના વિદ્વાન વકીલ આર.એ. મુન્દ્રા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 1,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવી છે.


આ ઉપરાંત આરોપીએ રૂ. 1,00,000 ની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે અને જો વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદ અલગથી ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application