અનુ. જાતિ પ્રબુદ્ધ નાગરિક સાથેના સંવાદ કાર્યક્રમ સંદર્ભે શહેર ભાજપની બેઠક

  • June 10, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર* ના કાર્યાલય ખાતે ભારત રત્ન   ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત શહેર અધ્યક્ષ કુણાલ શાહ ની અધ્યક્ષતામાં  ૧ મે થી ૫ મે દરમિયાન અનુસૂચિત જાતિના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર ભરત બારડ, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા ઇન્ચાર્જ સુરેશ માંગુકિયા, કાર્યક્રમના ઇન્ચાર્જ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા કિશોર ગુરૂમુખાણી, પૂર્વ શહેર મહામંત્રી નરેશ મકવાણા,  પાર્થ ગોંડલીયા,  અલ્પેશ પટેલ, કાર્યક્રમના સહ ઇન્ચાર્જ હાર્દિક વાઘેલા,  નરેન્દ્રસિંહ સોલંકી, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો, શહેરના તમામ મોર્ચાના હોદ્દેદારો સહિતના  ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application