પોેરબંદરના વોર્ડ નંબર -૬માં બીસ્માર રસ્તા સહિત વિવિધ પ્રશ્ર્ને ડેપ્યુટી કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદર નગરપાલિકાના વોર્ડ. નં.૬ ના પૂર્વ કાઉન્સિલર ફાકભાઈ સૂર્યાએ પોરબંદર મહાનગર પાલિકા ના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સાથે બ મુલાકાત કરી વોર્ડ.ન.૬ ના ખરાબ રસ્તાઓને પેચ વર્ક કરી આપવા થતા વીરડી પ્લોટમાં રજાપણવાળી ગલી તેમજ આંગણવાડી કેન્દ્રવાળીન ગલીના રસ્તા છેલ્લા ૩૦ વર્ષ થી બિસ્માર હાલતમાં છે.તેથી આ ગલીઓમાં સી.સી.રોડ બનાવી આપવા રજુઆત કરેલ તેમજ સંધી જમાત ખાના અને ઠક્કર પ્લોટ વિસ્તારની ગલીઓ માં પેવર બ્લોક ના કામ તેમજ આગામી દિવસમાં ચોમાસાની સિઝન શ થવા ની હોય ત્યારે પુલિયા વાળી ગટર માંથી વરસાદી પાણી પસાર થઈ લકડી બંદર પુલની ગટરમાંથી પસાર થઈ ખાંડીમાં પાણીનો નિકાલ થાય છે.ત્યારે હાલ આ સમગ્ર ગટર કચરાથી ભરાયેલ છે. આ સાથે ગટર પર દબાણ હોય જેને કારણે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસા પહેલા આ ગટર ની યોગ્ય સફાઈ કરી ગટર પરના દબાણો દૂર કરવા રજુઆત કરેલ આ સાથે આ વિસ્તારમાં નંદી, શ્ર્વાન અને ડૂકકર ખૂબ જ વધુ છે અને બાળકોને કરડવાના બનાવો બને છે તેમાંથી પ્રજાને મુક્ત કરવા રજુઆત કરેલ.જેને પગલે મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નર દ્વારા આગામી એક માસમાં તમામ સમસ્યા ના નિરાકરણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.આ સાથે હાલ આ વિસ્તારમાં ફાકભાઈ ની રજૂઆતના પગલે પેચવર્ક ની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે તમામ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech