લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મે માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે.
અરજીમાં મોબાઈલ નંબર અચૂક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહિ. અરજદારો કચેરીમાં તા.૧૦/૦૫/૨૦૨૫ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નાયબ કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમંડપમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોના નેતાઓએ પુછ્યા ખબર અંતર
June 12, 2025 02:21 PMજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતો ની ચૂંટણી માં ૮૭ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ
June 12, 2025 01:43 PMમેહુલનગરમાં ડિવાઇડર પર ચડી બીએમડબલ્યુ
June 12, 2025 01:32 PMમોટી બાણુંગાર નજીક ભાગીદારી પેઢીમાં રાુ. ૨૮.૨૪ લાખની ઉચાપત
June 12, 2025 01:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech