રણજીતસાગર રોડ, સિકકા અને પાતા મેઘપરમાં પોલીસ પ્રગટી
જામનગરના રણજીતસાગર રોડ પરથી શરાબની ૩ બોટલ લઇને નીકળેલા એક ડીલેવરી બોય અને એક શખ્સને બાઇક સાથે પકડી લીધા હતા જયારે સિકકામાં એક શખ્સ અને કાલાવડ નજીક એક શખ્સ દાની હેરાફેરી કરતા ઝપટે ચડયા હતા.
જામનગરના ગુલાબનગર રાધેક્રિષ્નાપાર્કમાં રહેતા વિરલ અમરશી લકુમ તથા રાધેક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતા સગીરવયના ડીલેવરી બોય આ બંનેને મોટરસાયકલ નં. જીજે૧૦સીઆર-૦૯૮૧માં વિદેશી દાની ૩ બોટલ લઇને રણજીતસાગર રોડ પરથી નીકળતા બંનેને પકડી લેવામાં આવ્યા હતા, કુલ ૩૧૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
અન્ય દરોડામાં માંગરોળ તાલુકાના મેણજ ગામના અને હાલ સિકકાની ભગવતી સોસાયટીમાં રહેતા ખુમાનસિંહ જીવણજી ચુડાસમા (ઉ.વ.૩૨)ને ઇંગ્લીશ દાની એક બોટલ લઇને સિકકામાં નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધો હતો એક મોબાઇલ અને બાટલી મળી ૬૩૦૦નો મુદામાલ કબ્જે લીધો હતો.
આ ઉપરાંત કાલાવડના નિકાવા ફુલવાડી વિસ્તારમાં રહેતા નવાજશા મહમદશા શાહમદારને ઇંગ્લીશ દાની એક બોટલ લઇને નીકળતા પાતા મેઘપર રોડ પરથી ગ્રામ્ય પોલીસે દબોચી લીધો હતો.