પોરબંદરમાં વિનામુલ્યે પાઠ્યપુસ્તકનું થયું વિતરણ

  • June 09, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં વિનામુલ્યે પાઠ્યપુસ્તકના સેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જ‚રીયાતવાળા પરિવારોને મદદ‚પ બનવા ધો-૧ થી ૧૨ સુધીના ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમના પાઠ્યપુસ્તકો જે વાર્ષિક  પરીક્ષા પુર્ણ થયે પરિણામ આવી ગયા બાદ ઘણા પરિવારો પસ્તીમાં જવા દેતા હોઈ છે તે પુસ્તકો પસ્તીમાં આપવાના બદલે રઘુવંશી એકતા લેડી અને હેપ્પી લેડી ક્લબ પોરબંદર દ્વારા તે પાઠ્યપુસ્તકો હિતેષ કારીયા ટિફિન સેવા સ્થળે લોકોને અપીલ કરીને ત્યાં આપી જવા પ્રેરિત કરીને તે પાઠ્યપુસ્તકોના સેટ કલેક્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંસ્થાની ટીમ દ્વારા અલગ-અલગ ધોરણ અને ઉપયોગમાં લઈ શકાય તે મુજબ સેટ બનાવી જરૂરીયાતવાળા પરિવારોને આપવા આયોજન કરેલ હતુ, જે અંતર્ગત ૨૫ થી વધુ પરિવારોના બાળકોના પરિવારોને મોંઘવારીમાં મદદરૂપ બનવા પાઠ્યપુસ્તકોનું વિતરણ હિતેષ કારીયા ટિફિન સેવા સ્થળ રાધેશ્યામ મંદિર ખાતે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન ભાવનાબેન તન્ના, અલ્કાબેન દતાણીની આગેવાની માં ભુમી કારીયા, બિંદૂબેન રાજા, ભાવનાબેન રાઈમગીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાના પ્રમુખ હિતેષ કારીયા, ગીતાબેન તન્ના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News