ભ્રષ્ટાચાર કરવો, ખોટી રીતે ખુબ પૈસા કમાવા અને લાંચ લેવાની વૃત્તિથી મોટા દરજ્જાના અધિકારીઓ પણ બાકાત નથી. જેમ દરજ્જો ઉંચો તેમ લેવાની થતી રકમ પણ વધુ ઉચી એ ઉક્તિ વધુ એકવાર સાચી ઠરી છે. ઓરિસ્સામાં એક આઈએએસ અધિકારી સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી 10 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેવી તેમણે રકમ સ્વીકારી કે તરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ત્રાટકી હતી અને અધિકારીને રંગે હાથ ઝડપી લીધા હતા. આ અધિકારીએ ફરિયાદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવીને તેમની પાસેથી લાંચની રકમ લીધી અને તેમના ટેબલના ડ્રોઅરમાં રાખી.
૪૭ લાખ રૂપિયાની રોકડ મળી આવી
ઓડિશા વિજિલન્સ વિભાગે શનિવારે કાલાહાંડી જિલ્લાના ધર્મગઢમાં તૈનાત ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારીને એક વેપારી પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા.જેના પગલે તેમના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને જ્યાંથી ૪૭ લાખ રૂપિયા રોકડ મળી આવી છે
20 લાખ રૂપિયાની માંગણી કરી હતી
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "કાલાહાંડી જિલ્લાના ધર્મગઢના સબ-કલેક્ટર તરીકે તૈનાત આઈએએસ અધિકારી સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માંગતી અને સ્વીકારતી વખતે રંગે હાથે પકડાયા હતા. આ રકમ કુલ 20 લાખ રૂપિયાની માંગણીના હપ્તા તરીકે લેવામાં આવી રહી હતી.અધિકારીએ ફરિયાદીને તેના સત્તાવાર નિવાસસ્થાને બોલાવીને તેની પાસેથી લાંચની રકમ લીધી અને તેને તેના ટેબલના ડ્રોઅરમાં રાખી. જેનાં પગલે આઈએએસ અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech