સેટેલાઈટ પાર્કથી દરેડ જીઆઇડીસી તરફ બિસ્માર રસ્તો રીપેરીંગ થતા કિસાન મોરચાના મંત્રી હસુભાઇ પેઢડીયાની રજૂઆતને સફળતા...

  • June 11, 2025 12:04 PM 

જામનગરમાં દરેડ જીઆઇડીસી તરફ જવાના રસ્તાને જોડતા સેટેલાઈટ પાર્ક- મયુર ટાઉનશિપના રસ્તામા ખાડા તેમજ આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી આ જગ્યાયે ભયંકર અકસ્માત સર્જાતાં હોવાથી અનેક વાહનચાલકો ને દરરોજ(અંદાજે ઉધોગ સાથે સંકળાયેલ ૫૦૦૦ થી વધુ વ્યક્તિઓને) ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
​​​​​​​


જે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા હોદ્દેદારોને કિસાન મોરચાના મંત્રી હસુભાઇ પેઢડીયા અને મિડીયા સેલ સહકન્વીનર અતુલભાઇ વિરાણીએ સચોટ રજૂઆત કરતા, કર્મચારીઓ સાથે સંકલન કરી અને સ્થળ નિરીક્ષણ કરી અને આ મુદ્દે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપતા આ જગ્યાએ રિપેરિંગ નું કાર્ય હાથ ધરવામાં આવ્યું અને ફક્ત ટુંકા સમયમાં એટલે એક અઠવાડિયામાં જ આ સમારકામ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.


આ સમગ્ર રીપેરીંગ કામગીરી દરમિયાન હસુભાઇ પેઢડીયા, અતુલભાઇ વિરાણી, મયુરભાઇ તરપડા, મનોજભાઈ ફળદુ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News