15 દિવસ કરતા વધુ સમયથી મુંબઈમાં ચીપકી રહેલું નૈઋત્યનું ચોમાસુ હવે આગળ વધવા માટેના સાનુકૂળ સંજોગો ઊભા થઈ રહ્યા હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના ઓફિસિયલ બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 14 થી નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટેના પૂરતા સાનુકૂળ સંજોગો છે.
પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોને કવર કરી લેશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી નૈઋત્યનું ચોમાસું મુંબઈ અહલ્યાનગર અલીદાબાદ ભવાનીપટના અને પૂરી વચ્ચે અટકાયું છે. હવે તારીખ 14 થી તે આગળ વધવા માટેના સાનુકૂળ સંજોગો ઊભા થયા છે અને તારીખ 14 થી નૈઋત્યનું ચોમાસું મધ્ય તથા પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોને કવર કરી લેશે.
દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે
અત્યારે ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઓડીસા હરિયાણામાં અપર ઍર સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. ઉત્તર પ્રદેશથી બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દીશામાં એક ટ્રફ જોવા મળે છે અને તે સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યું છે. આવી જ રીતે બીજું એક ટ્રફ તામિલનાડુથી દક્ષિણ મહારાષ્ટ્રના દરિયા સુધી લંબાયેલું છે. આ બધા સંજોગો જોતા ચોમાસુ તારીખ 14 થી નવેસરથી સક્રિય થયા પછી રાજસ્થાન જેવા અમુક રાજ્યોને બાદ કરતા દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે.
ગુજરાતમાં આજથી તારીખ 17 સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ માટેની આગાહી
આ બધી સિસ્ટમ અને ચોમાસુ સક્રિય થયા બાદ તામિલનાડુ મહારાષ્ટ્ર કોકણ ગોવા સિક્કિમ ઓડિશા આંદામાન પુડીચેરી કર્ણાટક કેરલ મિઝોરમ ત્રિપુરા ઓડીસા અરુણાચલ આસામ મેઘાલય મણીપુર જેવા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં આજથી તારીખ 17 સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
બીજી બાજુ ગરમીનું જોર પણ અત્યારે વધી ગયું છે
એક તરફ વરસાદ માટે સાનુકૂળ સંજોગો ઊભા થયા છે તો બીજી બાજુ ગરમીનું જોર પણ અત્યારે વધી ગયું છે. રાજસ્થાનમાં આગામી તારીખ 17 સુધી સીવિયર હીટ વેવનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ લદાખ સહિતના રાજ્યોમાં પણ હીટ વેવ માટે ચેતવણી આપવામાં આવી છે. પંજાબના ભટિંડામાં ગઈકાલે મહત્તમ તાપમાન 47.6 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હતું.
ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ વધારે છે
ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ વધારે છે અમદાવાદમાં 40.2 ગાંધીનગર અને રાજકોટમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. ગરમીના પ્રમાણની સાથોસાથ ભેજનું પ્રમાણ પણ વધુ હોવાથી સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારો શરૂ થઈ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતા પડોશીઓએ તેમના ઘરની નજીક આવેલા મંદિરમાં પૂજા કરી
June 12, 2025 08:00 PMઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના વિશ્વાસ કુમાર ભાલીયા અને બ્રિટિશ નાગરિકનો ચમત્કારિક બચાવ
June 12, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech