સમગ્ર અમેરિકામાં ઇમિગ્રેશન દરોડા સામે પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. , લોસ એન્જલસ જેવાં તોફાનો હવે ન્યૂ યોર્કથી લઈને વોશિંગ્ટન, ડી.સી., સીએટલ, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, ડેનવર, બોસ્ટન સહીત સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેલાયાં છે. મોટાભાગના વિરોધ શાંતિપૂર્ણ રહ્યા છે, ત્યારે ઘણા શહેરોમાં હિંસક અથડામણો, તોડફોડ અને ધરપકડના અહેવાલો છે. લોસ એન્જલસમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. વિરોધ પ્રદર્શનના નિયંત્રણ માટે સક્રિય ડ્યુટી મરીન તૈનાત કરવામાં આવ્યા છે.એટલું જ નહી, અમુક માસ્ક પહેરેલા લોકોએ શહેરમાં એક એપલ સ્ટોરમાં લુંટફાટ ચાલવી હતી. જો કે પોલીસ પહોંચતાની સાથે જ ઘણા લોકો સ્ટોરમાંથી ભાગી ગયા હતા.બીજી તરફ વણસી રહેલી સ્થિતિને કાબુ કરવા કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે.
લોસ એન્જલસમાં છેલ્લા અઠવાડિયાથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ રાજ્યમાં આઈસીઈ અધિકારીઓને દેશનિકાલ કામગીરી કરતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે શહેરમાં કર્ફ્યુ લાદ્યો છે અને આ વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે નેશનલ ગાર્ડ મરીન તૈનાત કર્યા છે, જેનો રાજ્યના ગવર્નરે વિરોધ કર્યો છે. મરીન એવા સૈનિકો છે જેમને ગેરિલા હુમલા, બોમ્બ વિસ્ફોટ અને સીધા ગોળીબારનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવે છે. તેમને ભીડ સાથે વાત કરવા, મનાવવા અથવા રોકવા માટે તાલીમ આપવામાં આવતી નથી. હવે, આવા લડવૈયાઓને સ્થાનિક રસ્તાઓ પર લાવવાને સૈનિકો અને જનતા બંનેના જીવનને જોખમમાં મૂકવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
શિકાગોમાં હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા
લોસ એન્જેલસના પગલે પગલે શિકાગોમાં પણ દેખાવકારો રોડ પર ઉતરી આવ્યા હતા અને શિકાગો ઇમિગ્રેશન કોર્ટથી લોકોએ આઈસીઇ અધિકારીઓની દેશનિકાલની કામગીરી સામે જબરદસ્ત વિરોધ કર્યો હતો.અન્ય એક રેલી ફેડરલ પ્લાઝા, 230 એસ. ડિયરબોર્ન સ્ટ્રીટ ખાતેથી નીકળી હતી.ફેડરલ પ્લાઝા ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન પાર્ટી ફોર સોશ્યલિઝમ એન્ડ લિબરેશનઅને અન્ય જૂથો દ્વારા કરવામાં આવ્યું હતું.
સાન ફ્રાન્સિસ્કોમાં વિરોધ તીવ્ર બન્યો
સાન ફ્રાન્સિસ્કોમાં, અઠવાડિયાની શરૂઆતમાં અનેક ધરપકડો બાદ મંગળવારે શહેરની ઇમિગ્રેશન કોર્ટની બહાર લગભગ 200 લોકોએ રેલી કાઢી હતી. સપ્તાહના અંતે વિરોધ પ્રદર્શનો હજારો સુધી પહોંચી ગયા હતા, જેમાં 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સિએટલમાં પ્રદર્શન
સિએટલમાં લગભગ 50 લોકોએ ડાઉનટાઉન ઇમિગ્રેશન કોર્ટની બહાર પ્રદર્શન કર્યું હતું. પોલીસ આવે તે પહેલાં પ્રવેશદ્વાર પર સ્કૂટર મૂકીને પ્રદર્શનકારીઓએ "તેમને મુક્ત કરો" અને "ICE નાબૂદ કરો" ના નારા લગાવ્યા હતા. કાનૂની નિરીક્ષકો અને મીડિયાને ઇમારતમાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
ન્યુ યોર્કમાં, સામૂહિક રેલી
ન્યુ યોર્ક સિટીમાં, મેનહટનમાં એક સામૂહિક રેલી નીકળી હતી. પ્રદર્શનકારીઓ બે ઇમિગ્રેશન કોર્ટ બિલ્ડીંગથી કૂચ કરી રહ્યા હતા, જેમાંપ્રદર્શનકારીઓ પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અધિકારીઓએ અનેક ધરપકડોની પુષ્ટિ કરી હતી પરંતુ તાત્કાલિક કોઈ આરોપો નથી લગાવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના વિશ્વાસ કુમાર ભાલીયા અને બ્રિટિશ નાગરિકનો ચમત્કારિક બચાવ
June 12, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech