દારૂના બે ધંધાર્થીઓ ફરાર : આમરા પાટીયે બે શખ્સની અટક : દિ.પ્લોટમાં દારૂ સાથે એક ઝબ્બે
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રિલોકનાથ કુશવાહ નામના શ્રમિકે પોતાના કબ્જાની વાડીના મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડ્યો છે, અને તે દારૂનો જથ્થો આયાત કરવામાં મેઘપર ગામના ગીરીરાજસિંહ ઉર્ફે ભા ભરતસિંહ પિંગળની સંડોવણી છે, તેવી માહિતીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી 105 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા દારૂનો જથ્થો કબ્જે કરી લેવામાં આવ્યો છે, પરંતુ દારૂના બંને ધંધાર્થીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
અન્ય દરોડામાં જામનગરના રાંદલનગરમાં રહેતા શકિતસિંહ જીતેન્દ્રસિંહ પઢીયાર તથા હરપાલસિંહ મદારસિંહ જાડેજા આ બંનેને ઇંગ્લીશ દારૂની બે બોટલ લઇને આમરા પાટીયા પાસેથી સિકકા પોલીસે પકડી લધીા હતા.
આ ઉપરાંત જામનગરના દિ.પ્લોટ ખીજડા મંદિર વાડી નજીક રહેતા રમેશ ઉર્ફે માતી મંગલદાસ હરવરા નામના શખ્સને ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે દિ.પ્લોટ 49 પાસેથી દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech