જામનગરમાં શ્રમીક યુવાનને દારુ​​​​​​​નો કેસ કરવાની દાંટી મારીને ૨૦ હજારનો તોડ

  • June 03, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને ન્યુઝના પત્રકારની ખોટી ઓળખ આપનાર ૩ શખ્સોનું કૃત્ય


જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા વેલનગરમાં એક શ્રમીક યુવાન અને અન્યને દારુ​​​​​​​નો ધંધો કરતા હોવાનુ જણાવીને વિડીયો ઉતારી કેસમાં ફીટ કરાવી દેશુ તેવી દાંટી મારીને બળજબરીથી રુ​​​​​​​​. ૨૦ હજાર કઢાવી લીધા હતા આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાંચ પોલીસની ખોટી ઓળખ આપનાર બે અજાણ્યા અને ન્યુઝના પત્રકારની ઓળખ આપનાર એક મળી કુલ ૩ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમયથી પોલીસ પત્રકારની ખોટી ઓળખ આપીને તોડબાજ તત્વોની રંજાડ વધી રહી છે તાજેતરમાં આ પ્રકારની બે ફરીયાદો સામે આવી હતી દરમ્યાનમાં ખોટી ઓળખ આપીને કાવતરાના ભાગરુ​​​​​​​​પે રોકડનો તોડ કરી ગયાનો મામલો સામે આવતા પોલીસ ફરીયાદના આધારે તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વેલનગર શેરી નં. ૧માં રહેતા મજુરી કરતા હર્ષ જીજ્ઞેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) નામના યુવાન તથા સાહેદને ગત તા. ૩૧-૫-૨૫ના સમય દરમ્યાન ૩ શખ્સોએ પહેલાથી ગુનાહીત કાવતરુ​​​​​​​​ રચીને સ્વીફટ ગાડી નં. જીજે૨૭એએ-૦૯૧૨માં આવીને જેમાથી બે ઇસમોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ખોટી ઓળખ આપી હતી.

જયારે ત્રીજા શખ્સે રાજકોટ ત્રિલોક ન્યુઝના પત્રકાર તરીકેની ઓળખ આપી હતી, દરમ્યાન ફરીયાદીને તથા તેના પિતા તથા સાહેદ દારુ​​​​​​​​નો ધંધો કરતા હોવાની દાંટી મારીને વિડીયો ઉતારી આ ત્રણેય શખ્સોએ ફરીયાદી તથા સાહેદને ડરાવી ધમકાવી દારુ​​​​​​​​નો મોટો જથ્થાનો કેસ કરી નાખશુ તેમ કહીને ફરીયાદી હર્ષભાઇ પાસેથી બળજબરીપુર્વક રુ​​​​​​​​. ૨૦ હજાર કઢાવી લીધા હતા તથા સાહેદ પાસેથી પૈસાની માંગણી કરી સેટલમેન્ટ કરવાનું કહીને નાશી ગયા હતા. 

હર્ષભાઇ રાઠોડ દ્વારા ઉપરોકત બનાવ અંગે ગઇકાલે સીટી-બી ડીવીઝન મથકમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ખોટી ઓળખ આપનાર બે અજાણ્યા શખ્સ અને ત્રિલોક ન્યુઝના પત્રકાર તરીકેની ઓળખ આપનાર એક અજાણ્યા શખ્સ આમ કુલ ૩ સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ડી.જી. રાજ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી પોલીસ અને પત્રકારની ખોટી ઓળખ આપીને તોડ કરવામાં આવતા હોવાના બનાવો સામે આવી રહયા છે આથી પોલીસ દ્વારા આ દિશામા તલસ્પર્શી તપાસ કરીને આવા તોડબાજ તત્વોને યોગ્ય પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application