પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન ખાતે ૪થીને બુધવાર ના રોજ ભાવનગર પરા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે રેલ સેવા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને સન્માન આપવા માટે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ મહત્વપૂર્ણ પ્રસંગે, ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડિવિઝનના ૨૩ કર્મચારીઓને પ્રમાણપત્રો અને વ્યક્તિગત રેલ સેવા શીલ્ડ અને ડિવિઝનના વિવિધ વિભાગો,એકમોને વિવિધ શ્રેણીઓમાં ૧૦ રનિંગ શીલ્ડ એનાયત કર્યા હતા.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (ઠછઠઠઘ) - ભાવનગર ડિવિઝનની અધ્યક્ષા સંતોષીજી, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને ડિવિઝનલ ઓફિસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે પોતાના સંબોધનમાં ડિવિઝનના તમામ કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા.અને પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજરે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર તરફથી કાર્મિક વિભાગને મળેલી શીલ્ડની પ્રશંસા કરી હતી. વરિષ્ઠ કાર્મિક અધિકારી હુબલાલ જગને સમારોહમાં હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સહાયક કાર્મિક અધિકારી સંતોષ વર્માએ આભાર વ્યક્ત કર્યો હતો.અંતે, રાષ્ટ્રગીત પછી, રાષ્ટ્રીય જયઘોષ સાથે એવોર્ડ સમારોહનું સમાપન થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech