લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટનો છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. રાયના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં વધારો થયો છે તો અમુક શહેરોમાં ઘટાડો થયો છે. ભેજવાળા વાતાવરણ અને ઠંડા પવનના કારણે મોડી સાંજથી સવાર સુધી ઠંડીનું જોર જળવાઈ રહે છે. આજે સમગ્ર રાયમાં સૌથી નીચું લઘુતમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૬.૪ ડીગ્રી નોંધાયું છે ભવનાથ તળેટીમાં ૯.૪ અને જુનાગઢ શહેરમાં ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા નોંધાયું છે.
નલિયામાં ગઈકાલની સરખામણીએ આજે એક ડિગ્રી તાપમાન નીચે ઊતયુ છે અને આજે ૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં ગઈકાલે ૧૬.૪ અને આજે ૧૫.૪ ભુજમાં ગઈકાલે ૧૩.૧ અને આજે ૧૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે દ્રારકામાં આજે ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલ કરતાં અડધો ડિગ્રી વધુ છે. રાજકોટમાં ગઈકાલે ૧૧.૮ અને આજે ૧૦.૬ ડિગ્રી સુરેન્દ્રનગરમાં ગઈકાલે ૧૪.૪ અને આજે ૧૪ વેરાવળમાં ગઈકાલે ૧૭.૪ અને આજે ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી રહેવા પામ્યું છે.
આજે અમદાવાદમાં ૧૪.૪ ડીસામાં ૧૨ ૧૧.૧ ગાંધીનગરમાં ૧૩.૪ વડોદરામાં ૧૫.૨ સુરતમાં ૧૬.૨ અને ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. બપોરે મહત્તમ તાપમાન અનેક શહેરોમાં વધી ગયું છે. આજે લાંબા સમય પછી કંડલા પોર્ટ રાજકોટ પોરબંદર વેરાવળ સુરેન્દ્રનગર મહત્પવા દ્રારકા વડોદરા સુરત ભુજ અને નલિયામાં મહત્તમ તાપમાન નો પારો ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech