કાલાવડ રોડ પર આવેલ નકલંગ હોટલ પાસે રાત્રીના પોલીસે લારી સાઇડમાં લેવાનું કહેતા પિતા-પુત્રે પોલીસ સાથે બબાલ કરી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી. જે અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બળવંત ઘનશ્યામ રાજા અને રૂપેશ બળવંત રાજા (રહે. બંને ગાંધીગ્રામ શેરી નં.૯/૧ નો ખૂણો, શિવ શક્તિ ડેરીની સામે) ના નામ આપ્યા છે.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈ રાતે ૧૧ વાગ્યાથી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કાલાવડ રોડ, નકલંક હોટેલ પાસે પહોંચતા મેઈન રોડ ઉપર વાહનો અડચણરૂપ પાર્ક થયેલ હોય અને ત્યાં ગોલાની તથા નાસ્તાની લારી મોડી રાત્રીના ચાલુ રાખેલ હોય જેથી આ બન્ને લારી ધારકોને પોતાની લારીઓ ઉપર આવતા ગ્રાહકોના વાહનો સાઈડમાં પાર્ક કરાવવાનુ કહેતા ગોલાના લારીધારકે અડધી રાત્રે તમોને ક્યાં નડે છે તમે પોલીસ પોતાની મરજી મુજબ કાયદા બનાવી અમને હેરાન કરો છો તેમ કહી જોર જોરથી રાડો પાડવા લાગ્યો હતો.
જેથી તેઓને શાંતીથી વાત કરવાનુ અને રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ વાહનો સાઈડમાં રખાવવાનુ કહેતા તેની સાથે રહેલ નાસ્તાની લારીધારકે પણ જોર જોરથી રાડો પાડી કહેવા લાગેલ કે ગ્રાહકોના વાહનો અહિં રોડ ઉપર જ પાર્ક થશે, જુઓ આ પોલીસનો ત્રાસ, અમોને ખોટી રીતે હેરાન કરે છે ' તેમ કહિ રાડો પાડવા લાગેલ હતાં. જેથી પોલીસે બંને શખસોનું નામ પુછતા ગોલાના લારી ધારકે પોતાનુ નામ બળવંત ઘનશ્યામ રાજા (ઉ.વ.૫૦) અને નાસ્તાની લારી ધારકે પોતાનુ નામ રૂપેશ બળવંત રાજા(લુહાણા) (ઉ.વ.૨૫) જણાવ્યું હતું. પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech