ભાણવડના કિલેશ્વર નેશ વિસ્તારમાં રહેતી અઢાર વરસની રબારી જ્ઞાતીની યુવતી ગુમ થતા તેની માતાએ ભાણવડ પોલીસ થાણે ગુમ નોંધ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના બરડાડુંગર વિસ્તારમાં કિલેશ્વર નેશ વિસ્તારમાં રહેતી રબારી જ્ઞાતીની મંજુબેન ભીખા ચાવડા (ઉ.18) બપોરે દોઢથી ત્રણ વાગ્યા આસપાસ ઘરેથી કોઈને કહ્યા વગર બહાર જતી રહી છે.
આ અંગે તેના પરિવારે અનેક ઠેકાણે તપાસ હાથ ધરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો નથી, ગુમ થનાર યુવતી સાડા પાંચ ફુટની લંબાઈ ધરાવે છે. તેમજ લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે. ગુમ થનાર યુવતી હિન્દી ભાષા પણ જાણે છે. જેથી યુવતીનો કોઈને પતો મળે તો ભાણવડ પોલીસના હેડ કોન્સ. એમ.કે. બરાઈએ જાહેર જનતાને ભાણવડ પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech