ભાવનગરના વેપારીએ અમદાવાદના એક ગારમેન્ટના વેપારીએ માલનો ઓર્ડર કરીને માલ મેળવી લીધા બાદ પૈસા દેવામાં બે માસથી ઉઠા ભણાવીને રૂપિયા ૬૦,૯૩૨ની છેંતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગૂંગાજળિયા પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. જેના પગલે પોલીસે અમદાવાદના વેપારી સામે ગિનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. શહેરના ભગાતળાવમાં રહેતા અને નાના બાળકોના કપડા બનાવવાનો ધંધો કરતા અકીલ ઈકબાલભાઈ ધોળિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેનો ફોન પર સંપર્ક કરીને અમદાવાદના શખ્સે ગારમેન્ટનો ધંધો કરતો હોવાની ઓળખ આપી હતી. અને અમદાવાદના ખુશાલ જૈન નામના શખ્સ દ્વારા ફોન પર જ ઓર્ડર બુક કરાવતા પોતે પાર્સલ બનાવીને સુમિત્રા એન્ટાઈઝ સેવન રખીયાલ રોડ, સોનીની ચાલની બાજુમાં, અમદાવાદના સરનામે ખાનગી બસમાં મોકલી આપ્યુ હતુ.
માર્ચ મહીનામાં મોકલેલા કપડાના પૈસા આંગડીયા મારફત મોકલી આપવાનુ શખ્સે કહ્યુ હતુ. ત્યાર બાદ આંગડિયા પેઢીમાં વાતચીત પણ કરી હતી. દરમીયાનમાં તેણે બેન્ક ખાતાની વિગત માંગીને રકમ ટ્રાન્સફર કરવાનુ કહ્યું હતુ. પરંતુ આજ સુધી રૂપિયા મોકલી નહીં આપીને છેંતરપિંડી કરી હતી. વેપારી દ્વારા અમદાવાદના ખુશાલ જૈન સામે ફરીયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech