પડોશીએ જ 6 વર્ષની માસુમ બાળકી પર હેવાનિયત આચરી, માતા-પિતા કામે ગયા હોય બાળા એકલી હોવાથી ઉઠાવી ગયો ને બળાત્કાર ગુજાર્યો

  • May 27, 2025 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોર કળિયુગ આવી ગયો હોય તેવી ઘટના સુરતમાં બની છે. પડાશીએ જ 6 વર્ષની બાળકી પર નજર બગાડી તેને ઉઠાવી જઈ તેના પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. લોકો આ નરાધમ પર ફિટકાર વરસાી રહ્યા છે. બીજી તરફ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના પાડોશમાં જ રહેતા શખસે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.​​​​​​​


માતા-પિતા કામ માટે બહાર ગયા હતા 

બાળકીના માતા-પિતા કામ માટે બહાર ગયા હતા ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોય ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખસ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા તેના ઘરે પરત ફરી હતી અને કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસને જાણ થતા દોડી આવી

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. પોલીસે બાળકીના કાકાની પૂછપરછ હાથ ધરી છે તેમજ આસપાસમાં રહેતા લોકોના પણ નિવેદન લીધા છે. પોલીસે બાળકીના માતા-પિતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application