શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાન માંથી વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૪૦૭બોટલ અને ૧૦બિયર ટીન કિં.રૂ.૧,૨૫,૨૮૭ ના મુદ્દામાલ સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ચાવડી ગેટ, રામાપીરના મંદિર પાસે પોતાના રહેણાંક મકાનમાં બહારથી વિદેશીદારૂનો જથ્થો લાવી મુકેલ છે. જે બાતમી આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરી દારૂની બોટલો સાથે હાર્દિક ઉર્ફે બોમ્બ પ્રવીણભાઇ કોળાદરા (ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.શેરી નં.૭, વડવા, ભાવનગર)ને ઝડપી લઈ તેની પૂછપરછ કરતા સંકેશ જેન્તીભાઇ ચુડાસમા (રહે. ચાવડીગેટ, ભાવનગર)નું નામ ખુલતા ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૫૭,૦૨૪, વ્હાઇટ લેસ વોડકા ૧૮૦ ખક બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૨૦,૮૮૦, વ્હાઇટ લેસ વોડકા ૭૫૦ ખક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૧૪,૮૫૬, મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૨૩ કિ.રૂ.૧૯,૦૨૧, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૧૧,૨૫૬, માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ ખક ટીન નંગ-૧૦ કિ.રૂ.૨,૨૫૦ તેમજ ડ્રાયવીંગ લાઈસન્સ મળી કુલ રૂ.૧,૨૫,૨૮૭ નો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ બાવકુદાન કુંચાલા, વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ તેમજ માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech