રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર વધુ એક સુવિધા પોતાના વોર્ડમાં ખેંચી ગયા છે. સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨ માં રાજકોટ શહેર ભાજપ કાર્યાલયથી તદન નજીક મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ડેવલપ કરવામાં આવશે. આ માટે રૂપિયા ૪.૪૫ કરોડના ખર્ચે નરેન્દ્ર એમ.પટેલને કોન્ટ્રાક્ટ આપવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં દરખાસ્ત રજૂ કરાય છે.
વિશેષમાં દરખાસ્ત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.ર માં ટી.પી. સ્કીમ નં.૯ (રાજકોટ)ના ૨૪ મીટરના ટી.પી. રોડ તથા ૧૨ મીટરના ટી.પી.રોડ (રવિ કૃષ્ણ હાઈટ્સ વાળો રોડ)ને લાગુ એફ.પી.નં.સી-૬ માં પાર્ટી પ્લોટ ડેવલપ કરવાનાં કામે જીએસટી વિગેરે સહિત રૂ.૪,૨૩,૧૧,૮૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ, કિચન, વર-વધુના રૂમ, સ્ટોરરૂમ, ઇલેકટ્રીક રૂમ, ઓફિસ, ટોઇલેટ બ્લોક, વોશ એરિયા, પાર્કીંગ, લોન એરિયા, પ્લમ્બીંગ કામ, બેઝિક ફર્નિચર, ફાયર સેફટી કામ વિગેરે કામનો સમાવેશ થાય છે. જેમાં મેઈન બિલ્ડીંગ,કિચન, કોમન ટોઇલેટ સહીત અંદાજીત ૮૩૦ ચો.મી.નો બિલ્ટઅપ એરિયા થાય છે. આ કામે રૂ.૩,૫૮,૫૭,૪૪૦ (અંકે રૂપિયા ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસ પુરા) જીએસટી સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ દરમિયાન બે એજન્સીઓના ટેન્ડર આવ્યા હતા.
જેમાં નરેન્દ્ર એમ પટેલ દ્વારા 5.40 ટકા ઓન અને પટેલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 9.99 ટકા ઓન ભાવની ઓફર કરવામાં આવી હતી આ બંને એજન્સીમાં નરેન્દ્ર એમ પટેલ ના ભાવ ઓછા હોય તેને ૪.૪૫ કરોડમાં કામ આપવા માટે દરખાસ્ત રજૂ કરાઇ છે. મહાપલિકાના પાર્ટી પ્લોટના ડેવલપમેન્ટ માટેનો આ કોન્ટ્રાકટ આપવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નિર્ણય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech