અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ અતુલ્ય હોસ્ટેલનાં ચારેય બિલ્ડિંગ પર પ્લેન પડ્યું, સ્ટુડન્ટ્સ જમવા બેઠા હતા ને પ્લેન પડ્યું, થાળી મૂકીને ભાગ્યા, જુઓ ભયાવહ તસવીરો

  • June 12, 2025 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું એ બિલ્ડિંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઈન્ટર્ન ડોક્ટરનાં મોત થયાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાસ્કર રિપોર્ટર સ્થળ પાસે પહોંચ્યા ત્યારે હોસ્ટલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલી નર્સે જણાવ્યું હતું કે આ હોસ્ટેલ ઈન્ટર્ન ડોક્ટરની છે અને એના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા એ બિલ્ડિંગને પ્લાન અથડાયું હતું. પ્લાનના તમામ મુસાફરો, આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિતના લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે.


અતુલ્ય બિલ્ડિંગોમાં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હતા એમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરાતફરીનો ભારે માહોલ હતો. શું કરવું એ સમજાતું નહોતું. એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ત્યારે અંદર જઈને જોયું તો હોસ્ટેલનો કાટમાળ વિખેરાયેલો પડ્યો હતો અને ઘણા ઈન્ટર્ન ડોક્ટરનાં મોત થયાં હતા. ઘણાના તો મૃતદેહના ટુકડા થઈ ગયા હતા.


હોસ્ટેલમાં અંદર મેસમાં જમી રહેલા સ્ટુડન્ટમાંથી કેટલાક ભાગી ગયા છે, કોઈનું મૃત્યુ થયું છે, કોઈ મિસિંગ છે. મેસના ટેબલ પરથી એક સ્ટુડન્ટ માનવ ભાદુનું આધાર કાર્ડ મળી આવ્યું છે. જો આ સ્ટુડન્ટ વિશે કોઈને માહિતી મળે તો દિવ્ય ભાસ્કરને નીચેના નંબર પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે. નંબર - 87800 69668.


સફેદ કપડાં ખૂટી પડ્યાં તો આસપાસની મહિલાઓએ સાડીઓ આપી

હોસ્ટેલમાં સ્થિતિ એવી હતી કે સ્ટ્રેચર ખૂટી પડ્યાં, લાશના ટુકડા ભેગા કરવા પડ્યા, કોની બોડી છે એ ખ્યાલ આવે નહીં એવી સ્થિતિ છે. આખા અમદાવાદની ફાયરની ગાડીઓ બોલાવવી પડી. સ્ટ્રેચર ખૂટી પડ્યાં, લાશના ટુકડા ભેગા કરવા પડ્યા, કોની બોડી છે એ ખ્યાલ આવે નહીં એવી સ્થિતિ છે. લાશ ઉપાડવા માટે આસપાસની મહિલાઓએ દુપટ્ટા આપવા પડ્યા. સફેદ કાપડ પણ ન હતું. પ્રાઈવેટ એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરવો પડ્યો. ફાયરની ગાડીઓ પણ આગ ઓલવવા માં ઓછી પડી. તેમણે વારંવાર જઈ પાણી ભરવા જવું પડ્યું.


હોસ્ટેલમાં સ્ટુડન્ટ જમતા હતા ને પ્લેન પડ્યું

બપોરના સમયે હોસ્ટેલમાં સ્ટુડન્ટ જમતા હતા ત્યાં જ આકાશમાંથી પ્રચંડ ધડાકા જેવો આવાજ આવ્યો ને સ્ટુડન્ટ થાળી પડતી મૂકીને ભાગ્યા. જોયું તો મોટું પ્લેન હોસ્ટેલ પર પડ્યું હતું. પ્લેનના પૈડાં હોસ્ટેલની છતમાંથી નીચે દેખાઈ રહ્યા હતા અને છત તોડીને ફસાઈ ગયા હતા. હોસ્ટેલ અને મેસની આ તસવીરો અહીં જોઈ શકો છો.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application