ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. ભાવનગર સોમનાથ હાઇવે પર કોબડી ટોલનાકા નજીક ટેન્કર ચાલકે બાઈક પર જઈ રહેલા પોલીસ કર્મીને અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મળતી માહિતી અનુસાર બગદાણા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કાનુભાઈ ભગુભાઈ કામળિયા (ઉ.વ.૩૩, રહે.બગદાણા) જે પોતાની ફરજ દરમિયમ પોલીસ વિભાગની ટપાલ આપવા અને નવી પોલીસ બાઈકને સર્વિસમાં આપવા બાઈક લઈને ભાવનગર તરફ આવી રહ્યા હતા. તે વેળાએ તળાજા રોડ પર કોબડી નજીલ ટેન્કર ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અને ૧૦૮ એમ્બયુલેન્સ અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કર્મીનું વાહન અકસ્માતમાં અવસાન થતા પોલીસ બેડામાં શોક છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech