વીંછિયા તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાં આવેલી વાડીએ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી અહીં મકાનમાંથી ૮૪૦ બોટલ દા અને ૧૦૦૮ બિયરના ટીન સહિત ૬.૨૬ લાખની કિંમતનો દા– બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન વાડી માલિક હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શ કરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાના પગલે જિલ્લા પોલીસ દ્રારા દાની બદીને નેસ્તો નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગપે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ બી.બી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, વાઘાભાઈ આલ, ધર્મેશભાઈ બાવળીયા અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને એવી બાતમી મળી હતી કે, વીંછિયા તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાં આવેલી મુના ખાચરની વાડીએ મકાનમાં દાનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે એલસીબીની ટીમ અહીં પહોંચી હતી અને વાડીમાં આવેલા મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી અલગ–અલગ બ્રાન્ડની દાની ૮૪૦ બોટલ અને ૧૦૦૮ બિયરના ટીન સહિત કુલ .૬.૨૬ લાખનો દા–બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક મુન્નાભાઈ જીલુભાઇ ખાચર (રહે. મોટા હડમતીયા તા.વીંછિયા) હાજર મળી આવ્યો ન હોય પોલીસે દા–બિયરનો આ જથ્થો કબજે કરી વાડી માલિક મુના ખાચર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech