મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર આરંભડા ગામની સીમમાં આવેલી એસ.પી. સિંગલા કંપનીની સાઈટ પર બિંબ ઉચકવા માટેના લોખંડના ૭૭ નંગ સ્ક્રુજેક ગત તારીખ ૧૧ મીના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
૭૫,૦૦૦ જેટલી કિંમતના આશરે ૧૪૦૦ કિલો જેટલા વજનના ચોરી કરીને લઈ જવા સબબ કંપની કર્મચારી રજનીશકુમાર વિશ્વામિત્ર શર્માએ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ ૩૮૦, ૪૫૪ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech