પોરબંદરના નહે યુવા કેન્દ્ર દ્વારા બળેજની હાઈસ્કૂલ ખાતે સંવિધાન દિવસ ઉજવણી નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના નહે યુવા કેન્દ્ર દ્વારા ભારતના સંવિધાનના ૭૫ વર્ષ પુર્ણ થવાના પ્રસંગે અને સંવિધાન દિવસ ઉજવણી નિમિત્તે માતુશ્રી કસ્તુરબેન દેવશી ભીમજી ગોસરાણી હાઈસ્કુલ બળેજ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેમીનારમાં મુખ્ય વક્તાઓએ ભારતના સંવિધાનની ખાસિયતો,લોકશાહી પ્રણાલી અને સમાજ પર તેના ઊંડા પ્રભાવ વિશે વિસ્તૃત ચર્ચા કરી અને સંવિધાનના મહત્વ અને તેની મુળભુત મુલ્યો અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.ઉજવણીના ભાગપે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું અને સમાજમાં સંવિધાનના મુલ્યોની જાગૃતતા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક,વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયાં હતા.
ઉલ્લેખનીય છે કે, સંવિધાન દિવસ નિમિત્તે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા દેશના યુવાપેઢી અને સમાજમાં સંવિધાનના સિદ્ધાંતો પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપુર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech