એક સંસ્કારી મહિલાના અત્યાચારી કૃત્યથી ભારે અરેરાટી : જીવદયાપ્રેમી દ્વારા ઇજાગ્રસ્ત ગલુડિયાને ખાનગી પશુ દવાખાનામાં સારવાર કરાવી...
જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતી એક સંસ્કારી મહિલાએ પોતાની સ્કુટી પાછળ ગલુડીયાને દોરીથી બાંધી ઢસડતી હોવા અંગેનો મુંગા પ્રાણી સાથેના અત્યાચારનો વિડીઓ વાયરલ થતા આ મહિલા સામે ફીટકારની લાગણી વરસી હતી.
ગઈકાલે દિવસ દરમિયાન સોશ્યલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મહિલાએ પોતાના સ્ફુટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલુડીયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધો હતો, અને ત્યારબાદ સ્કુટી ચાલુ કરીને ગલુડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.
જેમાં શ્વાનના બચ્ચાના બન્ને આગળના પગ ઢસડાયા હતા, અને ઇજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી. જેને લઈને કેટલાક પશુ પ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી, અને સંસ્કારી મહિલા સામે ફિટકારની લાગણી વરસાવી હતી. દરમિયાન એક પશુ પ્રેમી એવા સ્થાનિક નાગરિકે શ્વાનના ઇજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી. દરમ્યાનમાં આ વિડીયોમાં દેખાતી મહિલા જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાની ચચર્ઓિ થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech