પોરબંદર નજીકના ઉંટડા ગામના યુવાને રાજ્યકક્ષાની વુશુ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને રાષ્ટ્રીય કક્ષાએ હવે કૌવત દાખવવા જયપુર જશે તેથી તેને શુભેચ્છા આપવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ સિનિયર વુશુ સશીપ ૨૦૨૫ દ્વારા રાજકોટના ગોંડલ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં પોરબંદર જિલ્લામાંથી એકમાત્ર ઉંટડા ગામનો કોળી સમાજનો યુવાન રાહુલ મોકરીયાએ વુશુ ચેમ્પીયનશીપમા ગોલ્ડમેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઇ રહી છે. આગામી દિવસોમાં નેશનલ સ્તરે જયપુર ખાતે ભાગલેશે. રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા રાહુલ મોકરીયાએ વિવિધ રમતોમાં નેશનલ કક્ષાએ ઘણા ગોલ્ડમેડલ જીત્યા છે. જેમાં વુસુ ચેમ્પીયનશીપમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી એક છોગું ઉમેરાયુ છે. વુશુને કયારેક કુંગ ફૂ પણ કહેવામાં આવે છે અને બંને નામો સામાન્ય રીતે ચાઇનીઝ માર્શલ આર્ટસનો ઉલ્લેખ કરે છે. ખરેખર, ફનોમ પેન્હમાં ૨૨ વિવ્ધિ વુશુ ઇવેન્ટસ યોજાઇ રહી છે. જેમાં કલાત્મક પ્રદર્શનથી લઇને લડાઇ-શૈલીના મુકાબલાઓનો સમાવેશ થાય છે.
વુશુ ચીનની રાષ્ટ્રીય રમત
૧૯૭૯માં, ચીનના શારીરિક સંસ્કૃતિ અને રમતગમત માટેના રાજ્ય આયોગે વુશુના શિક્ષણ અને પ્રેકટીસ માટે એક ખાસ કાર્યદળની રચના કરી ૧૯૮૬માં, ચીનમાં વુશુ પ્રવૃત્તિઓના સંશોધન અને વહીવટ માટે કેન્દ્રીય સત્તા તરીકે ચાઇનીઝ નેશનલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ વુશુની સ્થાપના કરવામાં આવી.વુશુના મુખ્ય ફાયદાઓમાંનો એક તેની શારીરિક શક્તિ વધારવાની ક્ષમતા છે. મુક્કા, લાત અને કૂદકા જેવી વિવિધ ટેકનિકો દ્વારા, પ્રેકટીશનરો તેમના વર્કઆઉટમાં બહુવિધ સ્નાયુ જૂથોને જોડે છે. આ દુર્બળ સ્નાયુ સમૂહ બનાવવામાં અને એકંદર શરીરની શક્તિ વધારવામાં મદદ કરે છે. રાહુલ મોકરીયાને આ સિધ્ધિ મેળવવા બદલ પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબીમંડળના પ્રમુખ લાખાભાઇ મોકરીયા, જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઇબગીયા, કેળવણીકાર ડો. ઇશ્ર્વરલાલ ભરડાએ ઉત્તરોત્તર પ્રગતિ માટે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech