બોખીરાના જનકપુરીમાં રહેતો યુવાન વ્હીસ્કીની ચાર બોટલ સાથે ઝડપાયો હતો તે ઉપરાંત દેશીદાના ધંધાર્થીઓ, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર અને છરી સાથે નીકળેલ ઇસમની પોલીસે ધરપકડ કરી હતી.
વ્હીસ્કી સાથે ઝડપાયો
બોખીરાની જનકપુરી સોસાયટીના એલ-૧૧ ખાતે રહેતો ચેતન શિવશંકર થાનકીએ તેના મકાનમાં વિદેશી દા ઉતાર્યો છે તેવી બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડતા ચેતનના મકાનમાંથી વ્હીસ્કીની ચાર બોટલ કિં. ા. ૨૪૪૦ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને આ દા તે કયાથી લાવ્યો? તે અંગેની પૂછપરછ હાથ ધરી છે.
દેશી દાના દરોડા
રાણાવાડોત્રાના ભરત પરબત કટારાની ગેરહાજરીમાં ગામની ગૌશાળા પાછળ નદીના કાંઠે બાવળની કાટમાં છુપાવેલ ૧૫ લીટર દા સહિત ૩૧૦૦ ાનો મુદામાલ કબ્જે કર્યો હતો.રાણાવાડોત્રના વીરા દેવાયત હાજર મળી આવ્યો ન હતો પણ તેના મકાનમાંથી ૮૦૦ ા.નો દા મળ્યો હતો. કુતિયાણાના ઇશ્ર્વરીયા ગામે નવાપરામંા રહેતા સાજણ નથુ ડોડીયાને ૩૦૦૦ ા.ના ૧૫ લીટર દા સાથે જાહેરપીર નજીકથી પકડી લીધો હતો.ખારવાવાડની પીરવાળી ગલીમાં રહેતી અને અગાઉ અનેકવખત દા સાથે પકડાઇ ચૂકેલી નામચીન બુટલેગર ગીતા વિનોદ જુંગીના મકાનમાંથી ૩૨૦૦ ા.નો દા મળીઆવતા કાર્યવાહી થઇ હતી. કેશોદ ગામના રણમલ ખીમા મોઢવાડીયાને મીયાણી ગામના પુલ પાસે વડાળા રોડ પરથી ૪૦૦ ા.ની બે કોથળી દા સાથે પકડી લેવાયો છે.
છરી સાથે ઝડપાયો
પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા નયન ઉગમ બારીયાને ૧૦ ાની છરી સાથે નગીનદાસ મોદી પ્લોટના રામમંદિર પાસેથી પકડી લેવાયો છે.
નશાખોર બાઇકચાલક ઝડપાયો
આંબારામા ગામે હાથીયાણીના પાટીયા પાસે રહેતા વિજય પુંજા મોઢવાડીયાને નશાની હાલતમાં બાઇક ચલાવતા મીયાણી-વડાળા રોડ પર કેનાલ પાસેથી પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech