શહેરમાં શાળા-કોલેજો નજીક તમાકુ યુક્ત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી

  • June 02, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્લ્ડ ટોબેકો ડે ૩૧ મે, ૨૦૨૫ અંતર્ગત સીટી કોપા સેલ દ્વારા ભાવનગર મહાનગર પાલિકા દ્વારા તમાકુ સેવન વિરુદ્ધ જન જાગૃતિ કાર્યક્રમો યોજાયા તેમજ શાળા કોલેજની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજીયામાં તમાકુ પ્રોડક્ટ વેરાણકર્તા વિરુદ્ધ દંડાત્મક કાયર્વાહી કરાઈ હતી.
નોડલ ઓફિસર કોટ્યા સેલ ભાવનગર મહાનગર પાલિકાના દ્વારા વર્લ્ડ ટોબેકો ડે ૩૧ મે ૨૦૨૫ અન્વયે ભાવનગર શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા તમાકુ સેવન અને ધુમ્રપાન વિરુદ્ધ વિવિધ રીતે જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા, જેમાં શિબિરો યોજી માસ મીડિયા કોમ્યુનીકેશન દ્વારા વિશાળ જનસમુહને તમાકુ થી થતા રોગો તેમજ તેની ગંભીર અસરો અંગે સમજણ આપવામાં આવી હતી, તેમજ ધુમ્રપાન ને કારણે માત્ર ધુમપાન કરનાર ને જ નહી પરંતુ તેની આજુબાજુમાં રહેનાર તમામને પણ અન્યના ધૂમ્રપાનથી થતી ગંભીર અસર અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવેલ હતા. તદુપરાંત જાહેર સ્થળોએ પેમ્પલેટ વહેંચણી, માહિતી સભર બુકલેટ વહેચણી, પોસ્ટર, બેનર પ્રદર્શન દ્વારા વિશાળ જનસમુહને તમાકુ અને તમાકુ પ્રોડક્ટ થી થતી ગંભીર અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા  હતા.
તદુપરાંત શહેરની શાળા કોલેજોની આસપાસની ૧૦૦ મીટરની ત્રિજીયામાં તમાકુ અને તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા ૪૫ (પિસ્તાલીસ) જેટલા વેપારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને લગભગ રૂ.૮,૭૦૦ જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News