ટેકનીકલ મરામત બાદ થોડી ક્ષણોમાં ઉડાન ભરી: અધિકારીઓ દોડી આવ્યા
જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આજે બપોરે એક ડિફેન્સ ના હેલિકોપ્ટર માં ક્ષતિ સર્જાતાં આકસ્મિક લેન્ડિંગ કરાયુ હતું. જો કે થોડી ક્ષણો માં જ મરામત કામગીરી પૂર્ણ થતાં હેલિકોપ્ટર એ ફરી વખત ઉડાન ભરી હતી.
ભારતીય વાયુ સેના નું હેલિકોપ્ટર ગઈકાલે જામનગરના ગગનમાં હતું ત્યારે કોઈ ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરના પાયલોટે તાકીદના ધોરણે જામનગર તાલુકાના ચંગા ગામ પાસે વાડી વિસ્તારમાં આકસ્મિક ઉત્તરાણ કર્યું હતુ.
આ અંગેની જાણ થતાં જ જામનગરથી વાયુ સેનાનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને થોડી ક્ષણોમાં જ મરામત કામગીરી હાથ ધરીને હેલિકોપ્ટરે ત્યાંથી ફરીથી ઉડાન ભરી હતી, અને વાયુ સેના મથકમાં લઈ જવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech