હકીકતમાં, જ્યારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની યુરોપિયન સમિટમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યારે અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાએ રેડ કાર્પેટ પર એક ઘૂંટણિયે બેસીને અને હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. અલ્બેનિયાના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનું આ રીતે સ્વાગત કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયો. સોશિયલ મીડિયા યુઝર્સે પણ અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાનું આ રીતે સ્વાગત કરવા બદલ પ્રશંસા કરી છે.
મેલોનીનું આ રીતે સ્વાગત પહેલા પણ થઈ ચુક્યું છે
જોકે, આ પહેલી વાર નથી જ્યારે અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનું ઘૂંટણિયે સ્વાગત કર્યું હોય. યુરોપિયન સમિટ પહેલા, આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં અબુ ધાબીમાં યોજાયેલી વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ દરમિયાન, અલ્બેનિયન પીએમ એડી રામાએ ઇટાલીના પીએમ જ્યોર્જિયો મેલોનીને તેમના 48મા જન્મદિવસ પર ઘૂંટણિયે પડીને અને તેમને સ્કાર્ફ ભેટ આપીને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન પીએમ રામાએ મેલોનીને તાંતી ઓગુરી (જન્મદિવસની શુભકામનાઓ) ગીત ગાઈને અભિનંદન આપ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ
June 11, 2025 03:47 PMમોદી સરકારના ૧૧ વર્ષ: સંકલ્પ, સિધ્ધિ ને સિંદૂર સુધીની યાત્રા
June 11, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech