મંગળ પર તેના પ્રથમ માર્સ ઓર્બિટર મિશનના અગિયાર વર્ષ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) બીજા મંગળ મિશનની તૈયારી કરી રહ્યું છે. માર્ટિયન બાઉન્ડ્રી લેયર એકસપ્લોરર (માર્બલ)નામના આ મિશનમાં એક હેલિકોપ્ટર પણ સામેલ થઇ શકે છે, જે નાસાના ઈન્જેન્યુઈટી ડ્રોનની જેમ કામ કરશે.સ્પેસ.કોમના રિપોર્ટ અનુસાર, ઈસરો હાલમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે. તે મંગળ પર લેન્ડર સાથે હેલિકોપ્ટર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. લેન્ડરની સાથે રોટોકોપ્ટર હેલિકોપ્ટર મંગળની સપાટી પર ઉતરશે.
નાસાનું ઇન્જેન્યુઇટી કવાડકોપ્ટર પણ હેલિકોપ્ટર જેવું હતું. તેણે મંગળ પર ત્રણ વર્ષ સુધી ૧૮ કિલોમીટરની મુસાફરી કરી, ૭૨ લાઇટસ કરી. ઈસરોના સૂચિત હેલિકોપ્ટરમાં તાપમાન, ભેજ, દબાણ, પવનની ગતિ, ઇલેકિટ્રક ફિલ્ડ, ટ્રેસ અને ડસ્ટ સેન્સર જેવા સાધનો કેવી રીતે કામ કરશે તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ઈસરોએ નવેમ્બર ૨૦૧૩માં પ્રથમ માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કયુ હતું. અવકાશયાન સપ્ટેમ્બર ૨૦૧૪ માં મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું અને આઠ વર્ષ સુધી સંચાલન કયુ. અમેરિકાએ ૬૪ વર્ષમાં સૌથી વધુ ૩૦ મિશન મંગળ પર મોકલ્યા છે. સોવિયેત યુનિયનરશિયા ૨૨ મિશન સાથે બીજા સ્થાને છે. યુરોપિયન યુનિયન, જાપાન અને યુએઈએ પણ મંગળ પર યાન મોકલ્યા છે.
ઈસરોનું હેલિકોપ્ટર મંગળ પર ૧૦૦ મીટરની ઉંચાઈ સુધી ઉડાન ભરે તેવી શકયતા છે. તે માર્ટિયન બાઉન્ડ્રી લેયર એકસપ્લોરર (માર્બલ) નામના સાધનથી સ હશે. હેલિકોપ્ટર મંગળના હવાઈ સંશોધન માટે બનાવવામાં આવ્યું છે. માર્બલ મિશન મંગળની હવામાન પેટર્ન અને ગ્રહની ઐતિહાસિક આબોહવાની સમજ વધારવા માટે મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech