ગોંડલઙ્ગાંં નાગડકા રોડ પર આવેલી સાટોડીયા સોસાયટી માં રહેતી ૧૧ વર્ષની માશુમ બાળકી પોતાની વાડીએ અક્સ્માતે થ્રેશર મશીનમાં ખેચાઇ જતા તેનું કરુણ મોત નિપજ્યું હતુ. સત્સંગી પરિવારે હેતવીની બન્ને આંખનું ચક્ષુદાન કર્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ સાટોડીયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ ધીરુભાઈ ગઢીયાની પુત્રી હેતવી રવિવારે સાંજે વાડીએ રમતી હતી. રમતા રમતા થ્રેશર પાસે પંહોચતા થ્રેસરના વેક્યુમે તેને ખેંચી લીધી હતી. જેને કારણે માથામાં ગંભીર ઇજા ઙ્કહોચતા તેનું મોત થયું હતું.
મૃતક હેતવી ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. તેના માતા શિલ્પાબેન ગુરુકુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. માશુમ હેતવી નાં પરીવારે ચક્ષુદાન ની ઇચ્છા વ્યક્ત કરતા સામાજિક આગેવાન શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે જહાટકીયા આંખની હોસ્પિટલને જાણ કરતા હોસ્પિટલના ડોક્ટરો તરફથી સેવા આપાઇ હતી. ઘટનાની જાણ થતાં ટીમ ગણેશના સભ્યો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગોંડલ સિવિલ હોસ્પીટલથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમના સભ્યો જગાભાઈ બાંભવા, ગીરીશભાઈ ગોહેલ, જયભાઈ માધડ તેમજ નગરપાલિકાના સુધરાઈ સભ્ય હર્ષદભાઈ વાઘેલા દ્વારા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ચક્ષુદાન થયેલ આંખો રાજકોટ સિવિલ હોસ્પિટલ પોહચડવામાં આવી હતી અને સેવાભાવી સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તેમજ ટીમ ગણેશ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
ગઢિયા પરિવાર પર આભ ફાટ્યું છતાં પરિવારે ચક્ષુદાનનો વિચાર કરી એક દાખલો બેસાડ્યો છે. જીતેન્દ્રભાઈને સંતાન માં બે દિકરી અને એક દીકરો હતો. જેમાં હેતવી બીજા નંબરની દીકરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech