અઠવાડિયા પહેલા ધરમ સિનેમા (આર વર્લ્ડ) પાસે બાઇક અને પગપાળા જતા મહિલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને સામાન્ય ઇજા થઇ હતી જયારે બાઈક ચાલક યુવકને ગંભીર ઇજા થવાથી સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ચાલુ સર્વરાએ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ દેવપરામાં રહેતા વિજયભાઈ ખુશાલભાઈ પાટડીયા (ઉ.વ.45)ના યુવક ગત રવિવારે રાત્રિના મોટરસાઇકલ લઇ ઘરેથી આટો મારવા નીકળ્યા હતા ત્યારે ચૌધરી હાઇસ્કૂલથી આગળ ધરમ સિનેમા પાસે પહોંચતા રસ્તામાં પગપાળા જઈ રહેલા મહિલા બાઈક આડે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વર્ધમાનનગર-6માં રહેતા પારૂલબેન મનીષભાઈ નડ્ડાને (ઉ.વ.42)ને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે બાઈક ચાલક વિજયભાઈ ફંગોળાતા માથા અને શરીરના ભાગે ઇજા થવાથી પ્રથમ બેકબોન હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા તેમને રાત્રીના દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિજયભાઈ ઇમિટેશનનું કામ કરતાં હતાં અને બે ભાઈ બે બહેનમાં નાના હતા. સંતાનમાં એક દીકરો દીકરી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech