સ્ટાર કપલ બીજીવાર માતાપિતા બન્યું, દીકરી બાદ હવે દીકરાનો જન્મ
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી માતા બની છે. અભિનેત્રીએ હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શરૂઆતથી જ તેમની બીજી પ્રેગ્નન્સી છુપાવી હતી. પરંતુ હવે વિરાટ એ જાતે જ પોસ્ટ મૂકીને સહુને આ ખુશ ખબર આપ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી માતા બની છે. અભિનેત્રીએ હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શરૂઆતથી જ તેમની બીજી પ્રેગ્નન્સી છુપાવી રહ્યા હતા. જો કે, થોડા સમય પહેલા આફ્રિકાના ક્રિકેટર અને વિરાટના મિત્ર એબી ડી વિલિયર્સે આ અંગે સંકેત આપ્યો હતો. પરંતુ દંપતી દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હતી. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.
દંપતીએ પોતે જ આ માહિતી આપી
વાસ્તવમાં અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. બંનેએ આ વાતની પુષ્ટિ કરી ન હતી. જો કે એબી ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન વિરાટના ક્રિકેટથી દૂર રહેવાનું કારણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે અનુષ્કા પ્રેગ્નનન્ટ છે અને વિરાટ તેની પત્ની સાથે લંડનમાં છે. જોકે ત્યારબાદ વિલિયર્સે આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે હવે વિરાટ અને અનુષ્કાએ પોતે જ પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી દીધી છે.
અનુષ્કા-વિરાટે ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં લખ્યું છે: અમે ખૂબ જ આનંદ અને પ્રેમ સાથે આ ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીએ અમારા ઘરે બાળક અને વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમને આ સમયે તમારા આશીર્વાદ જોઈએ છે.
પોસ્ટ થઈ વાયરલ, સર્વત્ર ખુશીનો માહોલ
આ કપલની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. સર્વત્ર ખુશીનો માહોલ છે. દરમિયાન, ભૂમિ પેડનેકર, રકુલ પ્રીત સિંહ, મૌની રોય, હુમા કુરેશી અને રણવીર સિંહે પણ અનુષ્કાને તેની નવીનતમ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે. વાસ્તવમાં, કેટલાક સમયથી એવા અહેવાલો હતા કે અંગત કારણોસર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્યારથી અનુષ્કાની પ્રેગ્નેન્સીને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી હતી.
બીજીવાર માતાપિતા બન્યા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. આ પ્રસંગે માત્ર ખાસ મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. ત્રણ વર્ષ પછી એટલે કે વર્ષ 2021 માં દંપતીને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. જેનું નામ વામિકા હતું. બંને પોતાની દીકરીને લાઈમલાઈટથી દૂર રાખે છે. હવે ફરી એકવાર દંપતિ એક પુત્રના માતા-પિતા બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech