એપલે તાજેતરમાં વાર્ષિક એપ સ્ટોર છેતરપિંડી વિશ્લેષણ અહેવાલ દ્વારા આ માહિતી શેર કરી છે. વપરાશકર્તાઓની સલામતીને ધ્યાનમાં રાખીને, કંપની એપ સ્ટોર અને ઉપકરણને સુરક્ષિત રાખવા માટે મોટા પાયે કામ કરી રહી છે. કંપનીની સખત મહેનતને કારણે, ઓનલાઈન છેતરપિંડી કરનારાઓના નાપાક ઇરાદા નિષ્ફળ ગયા છે.આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એપલ કંપની હંમેશા સાયબર છેતરપિંડી કરનારાઓથી બે પગલાં આગળ છે. એપલનું મજબૂત એન્ટી-ફ્રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દૂષિત પ્રવૃત્તિને ટ્રેક કરે છે, 2024 માં, કંપનીએ વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે 1 લાખ 46 હજાર ડેવલપર એકાઉન્ટ્સ બંધ કર્યા હતા.
10 હજાર નકલી એપ્લિકેશન બ્લોક કરી દેવાઈ
એપલે 1 લાખ 39 હજાર ડેવલપર નોંધણીઓ પણ નકારી કાઢી હતી . ગયા વર્ષે, 10 હજાર નકલી એપ્લિકેશનો શોધી કાઢવામાં આવી છે અને બ્લોક કરવામાં આવી છે, આ એપ્લિકેશનો લોકપ્રિય એપ્લિકેશનોના નામ જેવા નામો બનાવીને લોકોને છેતરતી હતી.એપ સ્ટોર પર હાજર એપ્લિકેશનોની સમીક્ષા કરવામાં આવી છે, 2024 માં કંપનીએ 77 લાખ એપ્લિકેશનોની સમીક્ષા કરી હતી, જેમાંથી 19 લાખ એપ્લિકેશનો કંપનીના સુરક્ષા ધોરણોમાં નિષ્ફળ ગઈ હતી. કંપનીના સુરક્ષા ધોરણોમાં નિષ્ફળ ગયેલી એપ્લિકેશનોને એપ સ્ટોર પર એન્ટ્રી મળતી નથી. છેતરપિંડી કરનારાઓએ 7.11 કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાનો પ્રયાસ કર્યો અને 12.9 કરોડથી વધુ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા જે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એપલે છેતરપિંડી કરનારાઓની કોઈપણ પદ્ધતિને સફળ થવા દીધી નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech