સલમાન ખાનની ઈદ પાર્ટીમાં જ્યારે શૂરા ખાન નજરે પડી હતી, ત્યારથી તે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પણ હવે કપલનાં આ લેટેસ્ટ વીડિયોએ આ અફવાઓને સાચી સાબિત કરી દીધી છે.
બોલીવુડના જાણીતા એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન ટૂંક સમયમાં બીજી વાર પિતા બનવાના છે. તેમના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન લગ્નના એક વર્ષ બાદ મા બનવાની છે.સલમાન ખાનની ઈદ પાર્ટીમાં જ્યારે શૂરા ખાન નજરે પડી હતી, ત્યારથી તે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પણ હવે કપલનાં લેટેસ્ટ વીડિયોએ આ અફવાઓની સાચી સાબિત કરી દીધી છે.આ વીડિયોમાં અરબાઝ ખાન પત્ની શૂરાનો હાથ પકડેલો છે. શૂરા ધીમે ધીમે ચાલતી દેખાઈ રહી છે. શૂરાએ એક લોંગ વ્હાઇટ શર્ટ પહેર્યો છે. તેમાં બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વીડિયો પર યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે અરબાઝ ફરી વાર પિતા બનવાનો છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં કપલ ગાડીમાંથી ઉતરીને ક્લિનિકમાં જતાં દેખાઈ રહ્યા છે. જેવી શૂરાની નજર કેમેરા પર પડી કે તે અરબાઝની પાછળ છુપાઈ ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech