હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે અને આ માટે ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. પરંતુ નેતાઓની પક્ષપલટોનો સિલસિલો ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી ચાલુ રહ્યો હતો. ગઇકાલે હરિયાણામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પક્ષ બદલીને કોંગ્રેસમાં જોડાયા હતા. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અશોક તંવરે પણ પક્ષ બદલ્યો હતો. તંવર માત્ર 8 મહિનામાં જ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં ફરી જોડાઈ ગયા છે.
ભાજપના નેતા અશોક તંવર આજે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
અગાઉ આ વર્ષે 20 જાન્યુઆરીએ અશોક તંવર નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન સિરસા બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા. જો કે, તેમને કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી સેલજાના હાથે 2.50 લાખથી વધુ મતોના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
હરિયાણાના ગતિશીલ યુવા નેતાઓમાં જેની ગણતરી થાય છે તેવા અશોક તંવર હરિયાણામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ સિરસાથી લોકસભા સાંસદ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ પણ રહી ચૂક્યા છે. તંવર ભારતીય યુવા કોંગ્રેસ અને NSUIના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનનાર સૌથી યુવા વ્યક્તિ હતા.
દિલ્હીની પ્રતિષ્ઠિત જેએનયુમાંથી વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરનાર અશોક તંવરે 2009ની લોકસભા ચૂંટણી હરિયાણાની સિરસા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર 3.54 લાખથી વધુ મતોના માર્જિનથી જીતી હતી. જો કે, તેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઇન્ડિયન નેશનલ લોકદળના ચરણજીત સિંહ રોરી સામે 2014ની સામાન્ય ચૂંટણી હારી ગયા હતા. તેમણે 2024ની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી, પરંતુ આ વખતે પણ તેમની હાર થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech