ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના પાસે દક્ષિણ દિલ્હીમાં 3 બેડરૂમનો ફ્લેટ છે, દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં 2 પાર્કિંગ જગ્યાઓ સાથે 4 બેડરૂમનો ફ્લેટ છે, ગુરુગ્રામમાં એક ફ્લેટમાં 56% હિસ્સો છે, હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં તેમનો પૈતૃક મિલકતમાં હિસ્સો છે. એક ૧૦ વર્ષ જૂની કાર છે. મુખ્ય ન્યાયાધીશે તેમના બેંક ખાતા, પીએફ ખાતા, શેર, સોનું વગેરે વિશે પણ માહિતી જાહેર કરી છે. તેમણે તેમની પત્ની અને પરિવારની મિલકત વિશે પણ માહિતી આપી છે.
આગામી મુખ્ય ન્યાયાધીશ ગવઈ પાસે આટલી મિલકત
સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ અને 14 મેથી મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ પણ કહ્યું છે કે તેમની પાસે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ઘર અને ખેતીની જમીન છે જે તેમને તેમના સ્વર્ગસ્થ પિતા પાસેથી વારસામાં મળી છે, તેમની પાસે મુંબઈના બાંદ્રા અને દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં ફ્લેટ છે, તેમની પાસે નાગપુરમાં પણ ખેતીની જમીન છે. જસ્ટિસ ગવઈએ બેંક ખાતા અને સોના જેવી સંપત્તિ ઉપરાંત તેમની પત્નીની સંપત્તિ વિશે પણ માહિતી આપી છે.
લોકોનો વિશ્વાસ જાળવી રાખવા લેવાયેલું પગલું
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તમામ 33 ન્યાયાધીશોની મિલકતની માહિતી ઉપલબ્ધ છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સંપત્તિ જાહેર કરવા અંગે ન્યાયાધીશોની ફુલ કોર્ટ મીટિંગમાં પસાર કરાયેલ પ્રસ્તાવ ભવિષ્યમાં પણ લાગુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech