ધારીયુ અને પાઇપ મારી ઇજા પહોચાડી : ત્રણ સામે ફરીયાદ
જામનગર તાબેના સુમરી ભલસાણ ગામમાં ભેસો ચરાવવાના મનદુ:ખના મામલે માથાકુટ કરીને એક યુવાન પર ધારીયુ-પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ગામમાં રહેતા ત્રણ શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામમાં રહેતા ખેતી કરતા મજબુત ગંગુભાઇ છૈયા સાથે અગાઉ આરોપી જયદીપએ ભેસો ચરાવવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને ગઇકાલે સાંજના સુમારે ફરીયાદી ભેસો ચરાવતા હોય ત્યારે આરોપી મયુરે ભેસો કેમ રસ્તા પર છે તેમ કહીને બોલાચાલી કરી હતી અને ત્યાથી જતો રહયો હતો.
ત્યાર બાદ આરોપીઓ હથિયાર લઇને ફુલઝર નદી પાસે આવ્યા હતા અને ફરીયાદી મજબુતભાઇને માથાના ભાગે ધારીયુ મારી નીચે પાડી દીધા હતા તેમજ પાઇપ વડે આડેધડ માર મારી હાથ, પગ, છાતી અને વાંસામાં મુંઢ ઇજા પહોચાડી હતી.
આ અંગે મજબુતભાઇ છૈયાએ પંચકોશી-એમાં સુમરી ભલસાણમાં રહેતા ખીમા ટપુ છૈયા, જયદીપ ખીમા છૈયા, મયુર ખીમા છૈયાની વિરુઘ્ધ ફરીયાદ કરતા તપાસ ચલાવવામાં આવી રહી છે.