છાયામાં ફટાકડા ફોડવા બાબતે ડખ્ખો થતા યુવાન ઉપર હથોડી વડે હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
છાયાના સાંઢીયાવાડમાં રહેતા દિલીપ માલદેભાઇ ઓડેદરા નામના ચાલીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૧-૧૦ના રાત્રે સાડાનવથી દસની વચ્ચે તેમના ઘર પાસે તેનો દીકરો મોક્ષ ઉ.વ. ૧૨ ફટાકડા ફોડતો હતો ત્યારે ફરીયાદીના મોટાબાબુ લીલા જેસા ઓડેદરા અને તેનો દીકરો એભા લીલા ઓડેદરા બન્ને ત્યા આવ્યા હતા. એભાના હાથમાં લોખંડની હથોડી હતી અને લીલાના હાથમાં છરી હતી બંને જણા મોક્ષને ફટાકડા ફોડવાની ના પાડવા લાગ્યા હતા તેથી દિલીપે એવુ કહ્યુ હતુ કે, ‘આજે દીવાળીનો તહેવાર છે એટલે ફટાકડા તો બધા ફોડે છે, આજે કોઇને ફટાકડા ફોડવાની ના પડાય નહી’ તેમ સમજાવવા જતા તે બંને ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. એભાએ હથોડી વડે દિલીપને માથામાં એક ઘા મારી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો અને લીલો છરી લઇને દિલીપને મારવા દોડયો હતો પરંતુ ત્યાં હાજર રહેલા દિલીપના મોટાભાઇ રામભાઇ અને બનેવી જીવાએ લીલાને પકડી લેતા છરી લાગી ન હતી અને બંને જણા ધમકી આપીને ‘તુ અમારી બંને સામે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને અને તારા દીકરાને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી અને જતા રહ્યા હતા. ત્યારબાદ દિલીપને તેનો ભાઇ રામભાઇ સરકારી ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે લાવ્યો હતો અને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. ત્યાંથી તેણે વિધિવત રીતે મોટાબાપુ અને તેના દીકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech