ભાજપની મુખ્યમંત્રી પરિષદની બેઠક રવિવારે પૂરી થઈ ગઈ છે. બેઠકમાં અનેક રાજ્યોની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રયાસોની ચર્ચા કરી. નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બે દિવસ સુધી મુખ્યમંત્રી પરિષદની બેઠક ચાલી હતી. જેમાં 13 સીએમ અને 15 ડેપ્યુટી સીએમએ ભાગ લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસે પણ મુખ્ય પ્રધાન પરિષદને સંબોધિત કર્યું. બીજેપી હેડક્વાર્ટર ખાતે આયોજિત બે દિવસીય મુખ્યમંત્રી પરિષદની બેઠક રવિવારે પૂરી થઈ. જેમાં ભાજપ શાસિત રાજ્યોના 13 મુખ્યમંત્રી અને 15 નાયબ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકકલ્યાણ માટે સંકલિત પ્રયાસો સાથે કામ કરશે તો સરકાર વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે.
પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર ફોકસ
પીએમ મોદીએ કહ્યું કે વિકસીત ભારતની કલ્પના માટે વિરાસતની જાળવણી અને વિકાસનો વારસો બનાવવો મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. PMએ દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવા, વિકાસ કાર્યક્રમોમાં જનભાગીદારી વધારવા અને સરકારી યોજનાઓની લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે થઈ રહેલા વિવિધ પ્રયાસોની ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech