પોરબંદર નગરમાંથી મહાનગર બન્યુ ત્યારે લોકોને જાન્યુઆરી -૨૦૨૫થી એવી આશા અપેક્ષા બંધાઇ હતી કે હવે આપણાં શહેરનો વિકાસ થશે, મોટી મોટી ગ્રાન્ટો આવશે અને મોટી-મોટી સુવિધાઓ વધશે પરંતુ છ મહિનાનું સરવૈયુ શહેરીજનો કાઢી રહયા છે ત્યારે હવે જૂન -૨૦૨૫માં એવું અનુભવી રહ્યા છે કે મોટા -મોટા વેરા સિવાય મહાનગરપાલિકાના તંત્રએ કશુ આપ્યુ નથી ! પોરબંદર જ્યારે નગરપાલિકા હતુ ત્યારે શહેરના કમલાબાગની બહાર ‘આઇ લવ પોરબંદર’નો સેલ્ફી પોઇન્ટ સાથેનો સુંદર મજાનો લાઇટીંગથી ઝળહળતો બોર્ડ મુકવામાં આવ્યો હતો અને લાખો પોરબંદરવાસીઓએ યાદગીરીપે પોતાની તસ્વીર એ બોર્ડની આગળ ઉભીને કલીક કરી છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી તંત્ર સુવિધાઓ વધારવાના બદલે દુવિધા આપવામાં વધારે કુખ્યાત બન્યુ છે એ જ રીતે ‘આઇ લવ પોરબંદર’ના બોર્ડની દુર્દશા તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યાં તેના મૂળાક્ષરોમાં ‘પોરબંદર ’ શબ્દમાં અંગ્રેજી મૂળાક્ષરો ‘બી’ અને ‘એ’ એટલે કે ‘બા’ જબાકી રહ્યા છે અને તેમાં લાઇટીંગ જોવા મળે છે બાકીના અક્ષરોમાં લાઇટ થતી નથી ત્યારે પોરબંદરવાસીઓ અને ફરવા આવતા બહારના પ્રવાસીઓ એ દ્રશ્ય જોઇને એવુ કહી રહ્યા છે કે, પોરબંદર મહાનગર બન્યા બાદ સેલ્ફી પોઇન્ટવાળા લાઇટીંગ બોર્ડની લાઇટ પણ મનપાનું તંત્ર શ કરાવી શકતું નથી એ ધૂળ વિકાસ કરવાનું ? જાણે ગાંધીબાપુના ગામ પોરબંદરમાં ‘આઇ લવ પોરબંદર’ શબ્દમાંથી માત્ર ‘બા’ શબ્દ જ ઝળહળે છે તેથી આ તસ્વીર જોતા કહી શકાય કે ‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ જ બાકી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘું થયું સપનાનું ઘર ખરીદવું: ૫ વર્ષમાં આમ બદલાઈ રિયલ એસ્ટેટની સુરત
June 10, 2025 10:06 PMપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech