ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના બે ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપી પકડવા તળાજા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, મહુવા પોલીસ મથકના ઇંગ્લીશ દારૂના બે ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપી દલસુખ ઉર્ફે મનીષ ઉર્ફે બગલી મનજીભાઇ માથાસુરીયા રહે.ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર મહુવા ચોકડીએ ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી દલસુખ ઉર્ફે મનીષ ઉર્ફે બગલી મનજીભાઇ માથાસુરીયા (ઉ.વ.૪૬ રહે.ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર)ને ઝડપી લીધા હતો. ઝડપાયેલા આરોપી સામે મહુવા ટાઉન પોલીસમાં ગુ.ર.નં.૦૪૬૨/૨૦૨૩ પ્રોહી.એકટ કલમ:-૬૫ એ,ઇ, ૧૧૬ બી વિગેરે મુજબ તેમજ મહુવા ટાઉન પોલીસમાં ગુ.ર.નં.૦૩૯૪/૨૦૨૩ પ્રોહી એકટ કલમ:-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧,૮૩ વિગેરે મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. પી.બી.જેબલીયા, પી.ડી.ઝાલા તથા સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, મહેન્દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા અને પ્રવિણભાઇ ગળચર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech