કોડીનારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોડી રાત્રીનાં સમયે દારૂના અડ્ડા પર દરોડા પડ્યા હતા. જેમાં દેશી દારૂ તેમજ બનાવવાની સામગ્ર, સહીત માલસામાન મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કોડીનાર તાલુકાના બરડા ગામની સીમ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર મોડી રાત્રે ટીમે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં કેન ભરેલા દેશી દારૂ ૩૯૦ લિટર તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો, રીક્ષા વાહન સહિત કુલ મળી રૂ.૫૨,૬૦૦નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કર્યો. આ દારૂનું વેચાણ કરતો ફરાર મુખ્ય આરોપી ભીખા બાલુ વંશ સહિત ૦૨ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ વધું કાર્યવાહી હાથ ધરેલ છે.
દારૂના અડ્ડા પર થી દેશી દારૂ ભરેલા પ્લાસ્ટિકના કેન, ગેસનો બાટલો, રોક્ષા સહીત માલસામાન પકડી પાડયો હતો. જોકે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી આધારે સ્થળ પર રેઇડ કરતા દારૂનું વેચાણ કરતો મુખ્ય આરોપી નાશી છૂટ્યો હોય પોલીસે કુલ બે શખ્સો વિરુધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રભુજીપીપળીયામાં ઘરેલુ ઝઘડામાં પોલીસ કર્મચારી સહિતનો હંગામો
June 09, 2025 10:54 AMદેશના 82 ટકા નોકરિયાતો પૈસાને નહીં પોતાના અંગત જીવનને મહત્વ આપે છે
June 09, 2025 10:53 AMપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech