પાંચ વર્ષની રિલેશનશીપમાં બે વાર તો બ્રેક અપ થયું હતું ને લવ સ્ટોરી અધુરી જ રહી
અલી અને નતાશા વર્ષ 2014 થી રિલેશનશિપમાં હતા. ચર્ચાઓ તો એવી પણ હતી કે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પહેલી મુલાકાત પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને તેઓ ડેટ કરવા લાગ્યા.
લગ્નના ચાર વર્ષ પછી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ડિવોર્સનું એલાન કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ડિવોર્સ અંગેની પોસ્ટ શેર કરીને તેમણે કોમેન્ટ સેક્શન ઓફ કરી દીધું છે. ડિવોર્સની ઓફિસિયલ જાહેરાત પહેલા જ નતાશા તેના દીકરા અગત્યને લઈને સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે હાર્દિક પંડ્યા પહેલા નતાશા એક ફેમસ એક્ટરને ડેટ કરી ચૂકી હતી. આ પહેલી વખત નથી કે નતાશાની લવ સ્ટોરી અધૂરી રહી હોય. આ પહેલા પણ નતાશાની લવ સ્ટોરી અધૂરી રહી હતી.
હાર્દિક પંડ્યા પહેલા નતાશા અલી ગોનીને ડેટ કરતી હતી. અલી અને નતાશાની પહેલી મુલાકાત અલીની ભાભી એ કરાવી હતી. પહેલી મુલાકાત પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને તેઓ ડેટ કરવા લાગ્યા.
રિલેશનશિપના એક વર્ષમાં જ નતાશા અને અલી ગોનીનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ પછી પણ બંને મળતા રહ્યા. એટલું જ નહીં નતાશા અને અલી ગોની નચ બલિયે 9માં કપલ તરીકે પણ આવ્યા હતા. તે સમયે તેઓ પોતાના રિલેશનશીપને લઈ કંફ્યુઝ હતા. ત્યારે શોના જજ અહેમદ ખાને બંનેને પ્રશ્ન કર્યો હતો કે, તેમના બ્રેકઅપને પાંચ વર્ષ થયા કે રિલેશનશિપમાં પાંચ વર્ષ પછી તેમણે બેકઅપ કર્યું ? આ વાત પર અલી ગોનીએ કહ્યું હતું કે તેમના બ્રેકઅપ ને ચાર વર્ષ થયા છે પરંતુ તેઓ એકબીજાને મળતા રહે છે. જ્યારે નતાશા એ કહ્યું હતું કે પાંચ વર્ષમાં તેમનું બે વખત બ્રેકઅપ થયું છે.
જો કે નતાશા સાથેના બ્રેકઅપ અંગે એક મુલાકાતમાં અલી ગોનીએ અલગ થવાનું સાચું કારણ જણાવ્યું હતું. અલીએ કહ્યું હતું કે તે બંનેનું કલ્ચર ખૂબ જ અલગ હતું જેના કારણે તેમણે નક્કી કરી લીધું કે તેઓ એકબીજાથી અલગ થઈ જશે. અલી ગોનીએ એવું પણ કહ્યું હતું કે તે એક ભારતીય યુવતી સાથે રહેવા માંગતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech