સરકારમાંથી જોબ નંબર આવી ગયા બાદ અટકી પડેલા કામોની અગ્રતા અને વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહેનાર ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ૬ કરોડ ૨૦ લાખના ખર્ચે ૮ કિલોમીટરના રોડનું ભૂમિપૂજન સાંસદ અને ધારાસભ્ય કસવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લ ા બે વર્ષથી સાવરકુંડલાના ભુવા-ધાર ગામનો નોન પ્લાન રોડ મંજૂર થઈ ગયા બાદ અમુક વિધનસંતોષીઓ દ્વારા આ માર્ગ ચાલુ કરવામાં હવનમાં હાડકા નાખ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ ખોરંભે ચડેલ માર્ગ સુંદર અને રળિયામણા સાથે આજુબાજુના ૧૦ ગામડાઓ માટે આશીર્વાદરૂપ માર્ગ બને તે માટે ૮ કિલોમીટરના માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, જિલ્લ ા પંચાયત સદસ્ય અને લોકસભાના સંયોજક પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દિપકભાઈ માલાણી, રાણાભાઈ રાદડીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, લલીતભાઈ બાળધા, મહેશભાઈ ભાલાળા, વિપુલભાઈ શિંગાળા, ચેતનભાઈ માલાણી, અતુલભાઈ રાદડીયા અને જયેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech