સિહોરના મોટાસુરકા ગામે રવિવારે મોડીસાંજે વાડીના ખુલ્લા કુવામાં એક યુવતિ પડી જતાં સિહોર, ભાવનગર તેમજ તળાજા ફાયરની ટીમ દ્વારા યુવતિની શોધખોળ હાથ ધરી હતી. અને લાંબી કામગીરી બાદ તેની કોઈ ભાળ મળી ન હતી. દરમ્યાન આજે સવારે પુન: હાથ ધરાયેલી કામગીરીમાં ૨૨૫ફૂટ ઊંડા કુવામાંથી પાણી ખેંચતા ૧૨૫ફૂટની ઊંડાઈએ યુવતિનો ભેખડમાં ફસાયેલાં મૃતદેહને બહાર કઢતા સિહોર પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભાવનગર ખસેડ્યો હતો.
સિહોર ના મોટા સુરકા વાડી વિસ્તારમાં આવેલી રામજીભાઈ માવજીભાઈ જસાણી ની વાડીમાં ભાગીયા તરીકે રહેતા પરિવારની ખુલ્લા કુવામાં હેતલબેન પાંચાભાઈ ડાભી (ઉ. વ. ૨૧) રવિવારે મોડી સાંજે અકસ્માત કુવામાં પડી જતાં સ્થાનિક તરવૈયાઓએ હેતલબેનને કુવામાંથી કાઢવા મથામણ કરી હતી. પરંતુ સફળતા ન મળતા સિહોર અને ભાવનગર ફાયર વિભાગને જાણ કરાતા ટીમે દોડી જઈ હેતલબેનને કુવામાંથી કાઢવા કામગીરી હાથ ધરી હતી.
પરંતુ અંધારાને લઈ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જે આજે સવારે ફરીથી કામગીરી શરૂ કરવામકાવી હતી અને ૨૨૫ફૂટ ઊંડા કુવામાંથી અંદાજે ૧૨૫ ફૂટ જેટલું પાણી ખેંચવામાં આવતા હેતલબેનનો મૃતદેહ ભેખડ સાથે ફસાયેલો હોવાનું જણાયા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અને સિહોર પોલીસને તજ્ઞાિં પોલીસે મૃતદેહક્ષય પોસ્ટ મોર્ટમ અર્થે ભાવનગરની સરતી હોસ્પિટલમાં ખસેડી મૃતક હેતલબેનના પરિવારજનોનું નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech