વેરાવળ અને ઓખામાં આજે લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડાને બાદ કરતા સમગ્ર રાયમાં મિનિમમ ટેમ્પરેચરમાં વધારો થયો છે અને ઠંડીમાં થઈ રહેલા સતત વધારાને બ્રેક લાગી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. પૂર્વ દિશામાંથી ફુકાઈ રહેલા ઠંડા પવનો અને ઠારના કારણે ઠંડીનો અહેસાસ થશે પરંતુ ઠંડીના વધારાને આજથી બ્રેક લાગી છે.
હવામાન વિભાગ દ્રારા આજે સૌરાષ્ટ્ર્રભરમાં કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી હતી અને તેમાં રાજકોટ સૌથી વધુ પ્રભાવિત થશે તેમ જણાવાયું હતું. પરંતુ આજે આશ્ચર્યજનક રીતે રાયભરમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. રાજકોટમાં ગઈકાલે ૯.૧ અને આજે ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
નલિયામાં ગઈકાલે ૭.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તે આજે વધીને ૮ ડિગ્રી થઈ ગયું છે. ભુજમાં ગઈકાલે ૧૧.૪ અને આજે ૧૨ અમરેલીમાં ગઈકાલે ૧૨.૪ અને આજે ૧૩.૩ ભાવનગરમાં ગઈકાલે ૧૩.૮ અને આજે ૧૪.૬ દ્રારકામાં ગઈકાલે ૧૫.૨ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં ત્રણ ડિગ્રી જેટલા વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયો છે.
વેરાવળમાં ગઈકાલે ૧૭.૮ અને આજે ૧૫.૮ ઓખામાં ગઈકાલે ૨૦.૨ અને આજે ૧૯.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું કે આમ ઓખા અને વેરાવળમાં આજે લઘુતમ તાપમાન
ઘટું છે.
ગિરનાર પર્વત ઉપર પણ આજે લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી જેટલું ઐંચું નોંધાયું છે. ભવનાથ તળેટીમાં ૧૬.૮ અને જુનાગઢ શહેરમાં ૧૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨% નોંધાયું છે. પવનની ગતિ વધુ હોવાથી સતત પાંચમા દિવસે રોપવે બધં કરવામાં આવ્યો છે.
રાયના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૧૩.૩ ડીસામાં ૧૦.૪ વડોદરામાં ૧૨ સુરતમાં ૧૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ચંદીગઢ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ બંગાળ બિહાર ઝારખડં અને જમ્મુ કાશ્મીરમાં કોલ્ડ વેવ કન્ડિશન આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે. સમગ્ર દેશમાં આજે સૌથી નીચું તાપમાન રાજસ્થાનના શિકારમાં એક ડિગ્રી નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech