ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા ડો.દિલીપભાઇ ફલાભાઇ પટેલ(ઉ.વ ૬૭) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકીની સામે સિટી શોપ બિલ્ડિંગમાં ૧૦૧ માં આવેલી ઓફિસમાં દાંતાના કલિનિક ચલાવે છે.
તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ તેઓ સાંજે કિલિનિક બંધ કરી બીજા દિવસે તા.૨૨ ના સવાર ૧૦:૩૦ વાગ્યે અહીં કિલિનિકે આવતા અહીં પાછળની સાઇડમાં આવેલી બારીએથી કોઇએ પ્રવેશ કરી ટેબલના ખાનામાં રહેલો રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઇલ કોઇ ચોરી કરી ગયું હતું.જોકે તેમણે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
બાદમાં તા.૩/૩ ના ફરી કોઇએ રાત્રીના કિલિનિકમાં રાતના સમયે બારી મારફત પ્રવેશ કરી અહીંથી ડ્રોઅરમાં રહેલા કેમેરા તથા લેંસ સહિત કુલ રૂ.૧.૧૫ લાખની મત્તાની ચોરી કરી ગયાનું માલુમ પડયું હતું.જેથી તબીબ દ્વારા તેમના કિલિનિકમાં અલગ અલગ સમયે કોઇ શખસે અહીં અંદર પ્રવેશ કરી મોબાઇલ અને કેમેરા-લેંસ સહિત રૂ.૧.૨૫ લાખની મત્તા ચોરી કરી ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચોરીના આ બનવાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ આઇ.એ.બેલીમ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech